જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારની બેઠક પર આ વખતે ખૂબ જ હાઇ પ્રોફાઇલ બની રહી છે અને તેમાંય ભાજપ તરફથી ભારતના યુવા ક્રિકેટર રવિન્દ્રના પત્નિ રિવાબા જાડેજાને ટિકિટ અપાઇ છે. ત્યારે તેઓએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. જેમાં સોગંદનામામાં પોતાના નામે 62 લાખની સંપત્તિ, જ્યારે તેમના પતિની 70 કરોડની સંપત્ચિત દર્શાવી છે.
રિવાબા જાડેજા દ્વારા પોતાની હાથની રોકડ રકમ સોનુ, ઝવેરા વગેરેની કુલ સંપતિનો આકડો 62 લાખનો દર્શાવાય છે. જ્યારે તેમના પતિ ક્રિકેટર રવિન્દ્ર કે જેઓની બેંકની ડિપોઝિટ, જમીન સ્થાવર જંગમ મિલકત સહિતનો સરવાળો 70 કરોડથી વધુ થવા જાય છે.
જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભાની બેઠક પર મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. ત્યારે પાંચેય બેઠકના ત્રણેય ઉમેદવારો મળીને 15 પૈકી બાર ઉમેદવારો કરોડપતિ છે. જેમાં સૌથી વધુ સંપતિ 70 કરોડ 62 લાખની રિવાબા જાડેજાની છે. આ ઉપરાંત કાલાવડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઇ મુછડીયા અને આપના ઉમેદવાર જીગ્નેશભાઇ સોલંકી તેમજ જામનગર દક્ષિણના આપના ઉમેદવાર વિશાલ ત્યાગી કે જેઓ લખપતિ છે.
જામનગર જિલ્લાના પાંચેય બેઠકના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોવામાં આવે તો ભાજપએ શિક્ષીત ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં પાંચ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવાર સ્નાતક કે તેથી વધુનો અભ્યાસ ધરાવે છે અને એક ઉમેદવાર અંડર ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે.
કોંગ્રેસના પાંચ ઉમેદવાર પૈકી સ્નાતક કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે. જેમાં એક ઉમેદવારે માત્ર ધો. 9 સુધીનો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો બે ઉમેદવારે સ્નાતકથી વધુનો અભ્યાસ કર્યો છે.જેમાં એક તબીબી અને એક વકીલનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ ઉમેદવારોમાં એક ઉમેદવારે માત્ર ધો. 7 પાસ કર્યું છે. એક ઉમેદવાર ધો. 12 પાસ અને અન્ય એક ઉમેદવાર ધો. 11 સુધીનો અભ્યાસ કર્યો છે.
જામનગરની પાંચેય બેઠક પર ત્રણ મુખ્ય રાજકીય પાર્ટીના 15 ઉમેદવારો પૈકી 13 ઉમેદવારો સ્વચ્છ પ્રતિભા ધરાવે છે એટલે કે, તેમની સામે કોઇપણ પ્રકારના કેસ નોંધાયા નથી. પરંતુ જામનગર ગ્રામ્યની બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલ અને કોંગ્રેસના જીવણભાઇ કુંભરવડીયા બંને સામે એક એક ફોજદારી કેસ હોવાનું દર્શાવાયું છે. 15 ઉમેદવારો પૈકી બે ઉમેદવાર પાસે હથિયાર વાળુ લાયસન્સ હોવાનું પણ દર્શાવાયું છે.