જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને પોલીસે રૂા.39260 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.16870 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસે આવેલી ચારણનેશમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સીક્કા પોલીસે રેઈડ દરમિયાન અજમલ લુણા રાજાણી, કાના જેસા વાલાણી, રામદે કાના સાખરા, મેઘાભાઈ ભારા ખીમાણી, ધનજી મેરામણ સનીચ અને ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને રૂા.14,260 ની રોકડ રકમ અને રૂા.25000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ સહિત કુલ રૂા.39,260 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં જાહેરમાં ભારતીય ચલણી નોટો ઉપર એકી બેકીનો જુગાર રમતા સ્થળે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન પ્રવિણ ગોરધન કનખરા, દિપેશ પ્રાણજીવન હેડવ, રસીક જમન ગોસાઇ, નટુ કાકુ સોલંકી નામના ચાર શખ્સોને રૂા.16870 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.