દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે દ્વારકા તાલુકાના ચિંતાજનક 10 નવા દર્દીઓ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં પણ બે નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં રવિવારે કુલ 12 નવા પોઝિટિવ કેસ વચ્ચે દ્વારકાના 5 અને ખંભાળિયાનો એક મળી છ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 565 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.