હાલ દેશમાં બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે જયારે મહારાષ્ટ્રમાં તંત્રની ઘોર બેદરકારીનો એક કીસોસ સામે આવ્યો છે. જેમાં 12 જેટલા બાળકોને પોલીયોના બે ટીપાની જગ્યાએ સેનીટાઈઝરના બે ટીપા પીવડાવી દેતા તમામની હાલત બગડી છે.
મહારાષ્ટ્રમાં યવતમાલ જિલ્લાના એક ગામમાં 12 બાળકોને પોલીયોના ટીપાની જગ્યાએ સેનેટાઇઝરના ડ્રોપ આપી દેવામાં આવ્યા છે.પાંચ વર્ષની નાની ઉંમરના આ તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામની હાલત સ્થિર છે. ત્રણ સ્વાસ્થ્યકર્મીઓની આટલી મોટી બેદરકારીના કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કાપસિકોપરી ગામમાં ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં આ ઘટના બની છે. યવતમાલ જિલ્લા પરિષદના સીઇઓ શ્રીકૃષ્ણ પંચાલે કહ્યું કે, “ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને તેમના પર દેખરેખ રાખવામાં આવી રહી છે.”