જામનગર શહેરમાં મોહનનગર આવાસમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન 108 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની પૂછપરછ હાથ ધરી હતી. જામનગરની સાધના કોલોનીમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન 11 બોટલ સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં મોહનનગર આવાસમાં બ્લોક નં.18 રૂમ નં.501 મા રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હેકો રવિરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન આવાસમાં પાંચમા માળે રહેતાં શખ્સના મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.54000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 108 બોટલો મળી આવતા પોલીસે બીરેન નેમચંદ ગુઢકા નામના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના સાધના કોલોનીમાં મકાનમાં દારૂ હોવાની વિરેન્દ્રસિંહ જાડેજા અને વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન મિલન લલીત સોલંકીના બ્લોક નં.91 અને રૂમ નં.42 માં તલાસી લેતા રૂા.5500 ની કિંમતની 11 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે મિલનની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.