જામનગરના અંધજન વિવિધલક્ષી તાલિમ કેન્દ્ર ખાતે નેત્રહીનોના શિક્ષણ, તાલિમ અને સર્વગ્રાહી ઉત્કર્ષ માટે જયરામ રામદયાલ મોહનીયાના સૌજન્યથી બે દિવસીય તૃતિય અખિલ ગુજરાત નેત્રહિન ચેસ ટુર્નામેન્ટમું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, જામનગર, પોરબંદર, વડોદરા, સાબરકાંઠા વગેરે જિલ્લામાંથી 114 ખેલાડીઓ લીધો છે. જેમાં પ્રથમ સ્થાન મેળવનારને 3000 અને શિલ્ડ ટ્રોફી તેમજ બીજા ક્રમને 2000 અને ત્રીજા ક્રમે 1000નું પુરસ્કાર આપવામાં આવશે. દિવ્યાંગ જન અધિકાર અધિનિયમ 2016ની જોગવાઇ માટે સ્પર્ધાનું આયોજન કરાયું છે.
દરેક ખેલાડીઓ માટે ભોજન, આવાસ તેમજ આનંદ પ્રમોદની વ્યવસ્થા અંધજન તાલિમ કેન્દ્ર ખાતે જ કરવામાં આવી છે. આ તકે શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી તેમજ પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને પ્રોત્સાહન પ્રવચન આપ્યું હતું. અંધજન વિવિધ લક્ષી તાલિમ કેન્દ્રના માનદ્મંત્રી ડો. પ્રકાશ જે. મંકોડીની યાદીમાં જણાવાયું છે.