આણંદ કૃષિ યુનિવર્સિટીના 11 વૈજ્ઞાનિકો કૃષિ સંબંધિત તાલીમ માટે વિદેશ જશે. સેન્ટર ફોર એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલીજન્સ પ્રોજેકટ અંતર્ગત આ 11 વૈજ્ઞાનિકોને આંતરરાષ્ટ્રિય સ્તરની તાલીમ લેવા માટે વિદેશ જવા સરકારે મંજૂરી આપી હોવાનું રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. લાંબા ગાળા માટે જમીન સુધારણા, ઉત્પાદન ખોરાકની ગુણવત્તા સુધારણા, માર્કેટ વ્યવસ્થા, માર્કેટ ઇન્ટેલીજન્સી વગેરે બાબતોની તાલીમ આ કૃષિ વૈજ્ઞાનિકો મેળવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.