Monday, January 6, 2025
Homeરાજ્યખંભાળિયામાં બે સ્થળોએ જુગાર દરોડામાં 11 શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં બે સ્થળોએ જુગાર દરોડામાં 11 શખ્સો ઝડપાયા

- Advertisement -

ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના મુજબ સ્થાનિક સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે તાલુકાના હાપા લાખાસર ગામે આવેલી આહીર સમાજની વાડી પાસે ગત રાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા સાજણ માલસી ડગરા, કિશન ખેતા ધુડીયા, કારા પુંજા વારસાખીયા, દેશુર બાબુ ડગરા, કરસન ડાયા ડગરા અને સુલેમાન હમીર ભટ્ટી નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 11,100 રોકડા તથા રૂા. 16,000ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 27,100 નો મુદ્દામાલ કરજે કર્યો હતો.

- Advertisement -

અન્ય એક દરોડામાં ખંભાળિયા-ભાણવડ માર્ગ પર આવેલા માંઝા ગામના ધારવાડી વિસ્તારમાં રહેતા દેવુ આશા કારીયા નામના ગઢવી શખ્સ દ્વારા પોતાના વાડીએ શેઢામાં જાહેરમાં જુગાર રમી રહેલા દેવુ આશા કારીયા, રાજા ભોજા રૂડાચ, મહેશ કાયા કારીયા, અર્જુન કાયા કારીયા અને જેસા રાણસી કારીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂા. 15,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન ભાડથર ગામનો રાણા સાજણ રૂડાચ અને લલીયા ગામનો રાહુલ ગોપાલ ધારાણી નામના બે શખ્સો નાસી છૂટ્યા હોવાનું વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર કાર્યવાહી ડી.વાય.એસ.પી.હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ઈન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, જેઠાભાઈ પરમાર, યોગરાજસિંહ ઝાલા, ખીમાભાઈ કરમુર, કાનાભાઈ લુણા વિગેરે દ્વારા કરવામાં આવી હતી. દ્વારકા પોલીસે ટીવી સ્ટેશન પાસેથી પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામના પથુ ભાણા ચુડાસમા અને રાહુલનાથ કેશુનાથ ચૌહાણ નામના બે શખ્સોને ગંજીપત્તા વડે જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular