દ્વારકા જિલ્લામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ગઈકાલે ગુરૂવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ખંભાળિયા વિધાનસભામાં ત્રણ અને દ્વારકા વિધાનસભામાં બે ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે. દ્વારકા જિલ્લાની 81- ખંભાળિયા વિધાનસભા બેઠક માટે ફોર્મ ચકાસણી બાદ કુલ 14 ઉમેદવારો રહ્યા હતા. જેમાંથી હીરબાઈ ગઢવી, મુસ્તાક સોઢા તથા આર.એન. રાજ્યગુરૂએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. આ ત્રણ ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
આ જ રીતે 82- દ્વારકા બેઠક માટે તુષાર હાથલીયા અને રાકેશ નકુમ નામના બે ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. જેથી હવે દ્વારકામાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આમ, જિલ્લામાં ખંભાળિયાના 11 તથા દ્વારકાના 13 મળી કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ ઉમેદવારોને પ્રતિક ફાળવણી તેમજ બેલેટ પેપર છપાવણી અંગેની કાર્યવાહી જિલ્લા ચૂંટણી અધિકારીના નિદર્શન હેઠળ ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તથા દ્વારકાના પાર્થ તલસાણીયા દ્વારા કરવામાં આવી રહી છે.
દ્વારકા જિલ્લાની 81- ખંભાળિયા બેઠક માટે માન્ય ઉમેદવારોમાં (1) મુળુભાઈ બેરા – ભાજપ (2) વિક્રમભાઈ માડમ – કોંગ્રેસ (3) ગોવિંદભાઈ સોલંકી – બસપા (4) ઈસુદાન ગઢવી – આમ આદમી પાર્ટી (5) લખુભાઈ છેતરિયા – ગુજરાત નવનિર્માણ સેના (6) બુખારી યાકુબ મહમદ હુશેન – અઈંખઈંખ (7) ઈબ્રાહીમભાઈ ઘાવડ – અપક્ષ (8) કરસનભાઈ જેશાભાઈ નાગેશ – અપક્ષ (9) નુરમામદ જુસબ પરીયાણી – અપક્ષ (10) મંજુબેન કારાભાઈ પિંગળ- અપક્ષ (11) વાલા હમીર મકવાણા – અપક્ષ
82- દ્વારકા બેઠક માટે માન્ય ઉમેદવારોમાં (1) મુળુભાઈ કંડોરીયા – કોંગ્રેસ (2) પબુભા માણેક – ભાજપ (3) ચંદ્રસિંહ હાથલ – બસપા (4) પરમાણી કિશનકુમાર – ગરવી ગુજરાત પાર્ટી (5) માડમ નાથાભાઈ ફોગાભાઈ- ગુજરાત નવનિર્માણ સેના (6) લખમણભાઈ બોઘાભાઈ નકુમ – આમ આદમી પાર્ટી (7) હમીર ડેર – સમાજવાદી પાર્ટી (8) અસરફમિયા કાદરી – અપક્ષ (9) કિશોર ચાવડા- અપક્ષ (10) ઘેડિયા અમિત – અપક્ષ (11) દેવેન્દ્ર માણેક – અપક્ષ (12) નાગશ કરશનભાઈ – અપક્ષ (13) ભગવાનજી થોભાણી – અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે.