Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકોની સ્થાયી સમિતિમાં 11.11 કરોડના જુદાં-જુદાં કામોને બહાલી

Video : જામ્યુકોની સ્થાયી સમિતિમાં 11.11 કરોડના જુદાં-જુદાં કામોને બહાલી

ઓડિટ શાખામાં કોમલબેન પટેલને ડે. ચીફ ઓડીટરનું પ્રમશોન આપવા નિર્ણય

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા શહેરમાં જુદા જુદા 11.11 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. જ્યારે ઓડિટ શાખામાં ફરજ બજાવતા કોમલબેન પટેલને સિનિયોરીટી અને લાયકાતના ધોરણે ડેપ્યુટી ચીફ ઓડીટરની જગ્યા ઉપર બઢતી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ દરમિયાન રાષ્ટ્રધ્વજ, તેને ફરકાવવા માટે લાકડાની સ્ટીક અને દોરી ખરીદવા માટે જામ્યુકો દ્વારા કરવામાં આવેલા રૂા.24.81 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત આવાસ યોજનાના કોન્ટ્રાકટરોને સરકારના જી.આર. મુજબ સ્ટાર રેઈટ પ્રમાણે વધારાના રૂા.2.33 કરોડ ચૂકવવા પણ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે જામ્યુકો દ્વારા ઢોરના ડબ્બામાં રાખવામાં આવેલા ઢોરને નરોડા ટ્રાન્સપોર્ટ કરવા માટે રૂા.63 લાખનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુદાં-જુદાં વોર્ડમાં રસ્તાની મરામત, બાગ-બગીચા, ઇલેકટ્રીક વગેરે કામો અંગેના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે સોલિડ વેસ્ટ શાખા હસ્તકના ડમ્પીંગ સાઈટ પરથી કમ્પોસ્ટ ખાતર, જાહેર જનતાને વિનામૂલ્યે લઇ જવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, ઈન્ચાર્જ ડે.કમિશનર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેનલ પટેલ તથા જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular