Saturday, December 6, 2025
Homeરાજ્યકલ્યાણપુર પંથકના મહિલાની 108 ટીમ દ્વારા સધન સારવાર અપાઈ

કલ્યાણપુર પંથકના મહિલાની 108 ટીમ દ્વારા સધન સારવાર અપાઈ

કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા જાંજીબેન નામના 55 વર્ષના પ્રૌઢા બેભાન થઈ જતા આ અંગે ઇમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને રાણ-લીંબડી લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચવા નીકળી હતી. ખાખરડા ગામના વાડી વિસ્તારમાં જતા અહીં રસ્તો ખૂબ જ ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સ એક સ્થળે રાખી અને આ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. દશરથભાઈ રામ અને પાયલોટ અક્ષયભાઈએ એક કિલોમીટર મહિલાના ઘર સુધી ચાલતા જઈ અને બીમાર રહેલા જાંઝીબેનને સ્ટ્રેચર ઉપર લાવી અને 108 માં જરૂરી સારવાર આપી હતી.

- Advertisement -

ત્યારબાદ આ મહિલા દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાતા નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular