જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ અંધાશ્રમ ઓવરબ્રીજ નીચેથી 108 એમ્બ્યુલન્સના ચાલકે પાર્ક કરેલું 20 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર નંદનપાર્ક 2 શેરી નં.3માં રહેતા અને 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ મંગળસિંહ જાડેજા નામના યુવાને ગત તા.30 ના રોજ સવારના સમયે 8:30 થી 11 સુધીના અઢી કલાક દરમિયાન તેનું 20 હજારની કિંમતનું જીજે-03-બીપી-3794 નંબરનું બાઈક અંધાશ્રમ ઓવરબ્રીજ નીચે પાર્ક કર્યુ હતું તે દરમિયાન અજાણ્યા તસ્કર બાઈક ચોરી કરી નાશી ગયા હતાં. ત્યારબાદ હરદેવસિંહે બાઈક ચોરી અંગેની જાણ કરતાં પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.