રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૩.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૭૭૬.૮૫ સામે ૫૬૫૫૫.૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૩૮૯.૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૧.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩૯.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૮૧૬.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૬૯.૦૦ સામે ૧૬૮૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૮૫૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૨.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩૭.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૦૦૬.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રશિયા – યુક્રેન યુદ્વ બાદ ફરી કોરોનાનો ઉપદ્વવ વિશ્વભરમાં ફેલાવાના અને નવી લહેરની ચિંતા સાથે ચાઈના, હોંગકોંગ સહિતમાં ચિંતાજનક સ્થિતિ થવા લાગતાં એશીયાના દેશોના બજારોમાં હોંગકોંગ, ચાઈના સહિતમાં ગાબડાં સામે યુક્રેન યુદ્વ મામલે બન્ને દેશો વચ્ચે વાટાઘાટનો દોર ચાલુ રહેતાં યુરોપના બજારોમાં રિકવરી સાથે અત્યારે વિશ્વમાં સુરક્ષિત રોકાણ અને સારા વળતર માટે ભારત આકર્ષણનું કેન્દ્ર બનવાના સંકેતોએ એડવાન્ટેજ ભારત બન્યું હોઈ ભારતીય શેરબજારોમાં ફંડોએ આજે સપ્તાહના ત્રીજા દિવસે શેરોમાં તોફાની તેજી કરી હતી.
ફંડો, મહારથીઓએ આજે રિયલ્ટી, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ શેરોની આગેવાનીમાં આક્રમક ખરીદી કરી હતી. આ સાથે કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, આઇટી, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૧૦૩૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૩૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક મોટાપાયે લેવાલી નીકળતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૫૭ લાખ કરોડ વધીને રૂ.૨૫૬.૨૩ લાખ કરોડ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે સોના – ચાંદી અને ક્રૂડમાં પીછેહઠના માહોલ વચ્ચે ઈક્વિટી બજાર રીબાઉન્ડ થઈ રહ્યાં છે. જોકે આ તેજી કેટલી મજબૂત છે તે કોન્સોલિડેશનના તબક્કા અને રેન્જ પર જ નિર્ભર કરશે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, આઇટી, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૮ અને વધનારની સંખ્યા ૨૩૦૬ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, યુક્રેન – રશિયાના યુદ્ધની સૌથી વધુ માઠી અસર ભારતીય અર્થતંત્રને થવાની દહેશત વ્યક્ત કરાઇ રહી છે તે દરમિયાન એસબીઆઇ એ દેશના વિકાસદરનો અંદાજ ઘટાડવાની સાથે રૂપિયા વધુ તૂટવાની આશંકા વ્યક્ત કરી છે. ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ યુક્રેન સંકટના પગલે ભારતના જીડીપીનો અંદાજ ઘટાડીને ૭.૮% કર્યો છે જે અગાઉ ૮%નો હતો. ક્રૂડ ઓઈલમાં આગઝરતી તેજીને કારણે ભારતીય ચલણ રૂપિયા પર પણ દબાણ વધી રહ્યું છે. એસબીઆઈના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ વકરશે તો ડોલર સામે રૂપિયાનું વધુ અવમૂલ્યન વધશે અને જૂન ૨૦૨૨ સુધીમાં ભારતીય ચલણ ૭૭.૫ના સ્તર સુધી ગગડી શકે છે. ગત સપ્તાહે ડોલર સામે રૂપિયો પહેલીવાર ૭૭ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ૧૩૦ ડોલર રહે તો ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૩.૫% સુધી પહોંચી શકે છે. આગામી નાણાકીય વર્ષ માટે સરેરાશ ફુગાવો ૫.૭% સુધી વધી શકે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની રોકાણકારોની માનસિકતા પર નકારાત્મક અસર થઇ છે, કારણ કે ક્રૂડ ઓઇલના વૈશ્વિક પુરવઠામાં રશિયા ૧૪% અને કુદરતી ગેસના પુરવઠામાં ૧૭% યોગદાન આપે છે અને આ યુદ્ધને કારણે સપ્લાય ચેઈન પર વિપરીત અસરો થવાની ભીંતિ ગંભીર બની ગઇ છે. ઉપરાંત વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.૨ લાખ કરોડનું રોકાણ પરત ખેંચ્યું છે, આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર દબાણ જોવા મળી શકે છે.
તા.૧૭.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૬.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૦૦૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૧૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૭૧૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૬૯૩૯ પોઈન્ટ થી ૧૬૮૮૮ પોઈન્ટ ૧૬૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૧૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૬.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૭૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૧૦૬ પોઈન્ટના પ્રથમ અને ૩૬૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૬૭૬ પોઈન્ટ થી ૩૫૫૦૫ પોઈન્ટ, ૩૫૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૬૦૫ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૨૨ થી રૂ.૧૬૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- કોટક બેન્ક ( ૧૭૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૪૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૭૭ થી રૂ.૧૭૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૪૪૨ ) :- રૂ.૧૪૨૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૮ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૩ થી રૂ.૧૪૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- રામકો સિમેન્ટ ( ૭૫૩ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૨ થી રૂ.૭૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વિપ્રો લિમિટેડ ( ૫૯૮ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૦૬ થી રૂ.૬૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૪૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૯૭ થી રૂ.૨૩૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૭૩૫ ) :- રૂ.૧૭૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૮૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૨૬૭ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૫૫ થી રૂ.૧૨૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ ( ૭૨૬ ) :- રૂ.૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )