Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં 1000 વાહન સ્ક્રેપ સેન્ટરની જરૂર : ગડકરી

દેશમાં 1000 વાહન સ્ક્રેપ સેન્ટરની જરૂર : ગડકરી

- Advertisement -

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં 1,000 વાહન રિસાયક્લિંગ કેન્દ્રો અને 400 સ્વચાલિત ફિટનેસ પરીક્ષણ કેન્દ્રોની જરૂર છે.

- Advertisement -

વાહનોના ઉપયોગી જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા માટેનું પ્લેટફોર્મ ઉશલશઊકટ લોન્ચ કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન મંત્રાલયે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 85 વાહન સ્ક્રેપ કેન્દ્રોને મંજૂરી આપી છે. અમને 1,000 કેન્દ્રો અને ઓછામાં ઓછા 400 સ્વચાલિત વાહન ફિટનેસ પરીક્ષણ કેન્દ્રોની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. ઉશલશઊકટ એ વાહનોનું જીવન સમાપ્તિ પ્રમાણપત્ર સબમિટ કરવા માટેનું પ્લેટફોર્મ છે.

જૂની વાહન જમા પ્રમાણપત્ર ધરાવનાર કોઈપણ વ્યક્તિ આ પ્લેટફોર્મ દ્વારા તેનું પ્રમાણપત્ર વેચી શકે છે. ડિપોઝિટનું પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે. જ્યારે વપરાશકર્તા તેના વાહનને સ્ક્રેપિંગ માટે RVSF પાસે જમા કરાવે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી ગડકરીએ રાષ્ટ્રીય વાહન સ્ક્રેપ નીતિ તમામ સંબંધિતોને ઉપલબ્ધ કરાવી છે તેને ફાયદાકારક ગણાવતા તેમણે કહ્યું કે ભારત દક્ષિણ એશિયામાં વાહનોને સ્ક્રેપમાં ફેરવવાનું કેન્દ્ર બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular