દરેક મતનું મહત્વ કેટલું છે તે જણાવવા ચુંટણીપંચે એક સ્પેશીયલ બુથ બનાવ્યું. એક મતના મહત્વ માટે ચુંટણીપંચે જંગલમાં મતદાન મથક બનાવ્યું. ગુજરાતના ગીર-સોમનાથના જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 પર 100% મતદાન થયું છે, આ બુથમાં માત્ર એક જ મતદાર છે અને તેના મત આપવાથી 100% મતદાન પૂર્ણ થયું. બાણેજ મંદિરના મહંત હરિદાસબાપુ માટે જંગલમાં આ મતદાન મથક બનાવવામાં આવ્યું હતું અને એક મત માટે મતદાન મથકમાં 15 કર્મચારીઓ તૈનાત કરાયા હતા.