દેશભરમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજસ્થાનની નાની સાદડી નગરપાલીકામાં વેક્સીન લેવા યોગ્ય તમામ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ નાની સાદડીમાં 100% વેક્સિનેશન થયું છે. જેને સરકાર દ્રારા 25 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રતાપગઢ જીલ્લાના નાની સાદડી નગરપાલિકામાં 100% વેક્સિનેશન પૂર્ણ થયું છે. અહિયાં જે લોકો વેક્સિનેશન સ્થળ પર રસી લેવા પહોચ્યા ન હતા તેમના ઘરે જઈને તંત્ર દ્રારા વેક્સીન આપવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. અહિયાં 24જુન સુધીમાં વેક્સીન લેવા યોગ્ય લોકો માંથી 2500 લોકોને વેક્સીન આપવાની બાકી હતી. ત્યારે ગઈકાલના રોજ 25 વેક્સિનેશન સ્થળ પર 150 અધિકારીઓની ટીમ દ્રારા તમામ લોકોને વેક્સીન આપી દેવામાં આવી હતી. વેક્સીનથી વંચિત રહી ગયેલ લોકોને વેક્સીન આપવા માટે સ્વસ્થ્યકર્મીઓ, આંગણવાડી કાર્યકર્તાઓ, નગરપાલિકાના કર્મચારીઓ, અધ્યાપકો સૌએ મળીને દરેક લોકોના ઘરે પહોચીને સર્વે કર્યો અને વેક્સીનથી વંચિત લોકોને વેક્સીન આપીને 100% વેક્સિનેશનનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.
નાની સાદડી નગરપાલિકામાં 14થી44 વર્ષના 9342 અને 45 વર્ષથી ઉપરના 5717 લોકોને વેક્સીન આપવામાં આવી છે. અહિયાં કુલ 15402 લોકોને વેક્સીન આપવામાં આવી છે. અને સરકાર દ્રારા નગરપાલિકાને 25લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.