જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં નોધાનીય વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં વધુ 10 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. અગાઉ કોરોનાના કેસ સીંગલ નંબરમાં નોંધાતા તે હવેથી બડલ નંબરમાં 10 જેટલા કેસમા નોંધાય છે. 10 નવા કેસમાં 6 પુરુષો અને 4 સ્ત્રી દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જે શહેરના 6 વિસ્તારમાંથી નવા 10 કેસ નોંધાયા છે. પંચવટી ગૌશાળા વિસ્તારમાં 4, જનતા ફાટક પાસે 2, રાજનગર, મેહુલનગર, મધુરમ સોસાયટી, રોયલ એન.આર.આઈ.બંગલો એક-એક દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
જામનગર શહેરમાં છેલ્લા ધણા દિવસોથી દૈનિક કોરાનાના કેસ નોંધાય રહ્યા છે. જેમાં નવા 10 સહીત અત્યાર સુધીમાં કુલ 129 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જે પૈકી હાલ 45 દર્દીઓ હોમ આઈસોલેશન માં રાખવામાં આવ્યા છે. જયારે 84 દર્દીઓ કોરોના મુકત થયા છે. શહેરમાં પંચવટી ગૌશાળા પાસે એક જ વિસ્તારમાંથી કુલ 4 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા. જેમાં 1 પુરૂષ, 1 મહિલા, 1 વૃધ્ધા અને 1 બાળકનો સમાવેશ થાય છે. કુલ 10 નવા પોઝીટીવ દર્દીઓમાં 3 પુરૂષ, 2 વૃધ્ધ, 1 બાળક, 3 મહિલા, 1 વૃધ્ધા દર્દીનો સમાવેશ થાય છે. દૈનિક કોરોના દર્દીની સંખ્યામાં સતત વધારો નોંધાયો રહ્યો છે. હાલ સુધીમાં કુલ 129 પૈકી માત્ર એક દર્દીને હોસ્પીટલમાં સારવાર લેવાની જરૂરીયાત પડતા તેને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હતા. જે કોરોના મુકત થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ 45 દર્દીઓ હોમ આઈસોલેશન પર છે, એક પણ કોરોના દર્દી હોસ્પીટલમાં સારવાર હેઠળ નથી.


