Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઓખાના દરિયામાંથી 300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ

ઓખાના દરિયામાંથી 300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ

- Advertisement -

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતે ઓખા પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતા 300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, 25/26 ડિસેમ્બર 2022 ના રાતના સમયે ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર ICG એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન (IMBL) ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે ICGS અરિંજય જહાજના ફાસ્ટ પેટ્રોલ ક્લાસને તૈનાત કર્યા હતા. આ દરમ્યાન 26 ડિસેમ્બર 2022 ના રોજ વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ICG જહાજ દ્વારા પડકારવામાં આવતાં પાકિસ્તાની બોટ એ છળકપટનો દાવપેચ શરૂ કર્યો અને ચેતવણીના ભાગરૂપે ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં બોટ અટકી નહીં પરંતુ ICG જહાજે અંતે પોતાની ચાલાકીથી બોટ તેમજ 10 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી લીધી હતી.

બોટ પકડી લીધા બાદ ટીમ દ્વારા તપાસ કરતા બોટની અંદરથી આશરે 300 કરોડ રૂપિયાની કિમંતનો 40 કિલો નાર્કોટિક્સ ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ હથિયારો પણ મળી આવ્યાં હતાં. હાલમાં બોટ અને ક્રૂ મેમ્બર્સ ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહ્યાં છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમુ સંયુક્ત ઓપરેશન છે અને પ્રથમ આશંકા છે કે, જેમાં ડ્રગ્સ સાથે હથિયારો ઘુસાડવામાં આવ્યાં હોય. અત્યાર સુધીમાં 44 પાકિસ્તાની અને 07 ઈરાની ક્રૂની આશંકા સાથે 1930 કરોડ રૂપિયાની કુલ 346 કિલો હિરોઈન નો જથ્થો પહેલેથી જ જપ્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular