Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ લઇ જતી વખતે ટ્રીપલ અકસ્માતમાં 1નું મોત, 4 ઘાયલ

ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ લઇ જતી વખતે ટ્રીપલ અકસ્માતમાં 1નું મોત, 4 ઘાયલ

- Advertisement -

જામનગરના જીઆઈડીસી ફ્રેસ-3ના એપલ ગેઈટ પાસે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં કાર, રીક્ષા અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે. અન્ય જગ્યાએ થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં જઈ જવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જે એમ્બ્યુલન્સમાં દર્દી હતો તે એમ્બ્યુલન્સનો જ અકસ્માત થતા દર્દીનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં રહેતો કિશન દેવાભાઈ મુંધવા નામનો એક વિદ્યાથી દસમા ધોરણનું પેપર આપીને બાઇકમાં પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન સમાણાં નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં કિશન મુંધવા ગંભીર રૂપે ઘાયલ થયો હતો. જેથી શેઠ વડાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અનેઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવા માટે ૧૦૮ની ટીમની મદદ લીધી હતી.

૧૦૮ની ટુકડી ઘટનાસ્થળે પહોંચી જીવન-મરણના જોલા ખાઈ રહેલા કિશન દેવાભાઈ મુંધવાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં તેના અન્ય બે સંબંધીઓની સાથે ૧૦૮ ની ટુકડી જામનગર તરફ આવી રહી હતી. જે એમ્બ્યુલન્સ જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ રોડ પાસે પહોંચતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ સ્થળે પૂરપાટ વેગે આવી રહેલી એક કારના ચાલકે રોંગ સાઇડમાં આવી એમ્બ્યુલન્સ સાથે ટક્કર મારી દીધી હતી, અને ત્યાર અકસ્માતગ્રસ્ત બનેલી એક રીક્ષા કે જે માર્ગ પર પડી હતી, તેની સાથે ટકરાઇ ગઇ હતી.

- Advertisement -

આ અકસ્માત એટલો ભયંકર હતો કે એમ્બ્યુલન્સ અને કાર બન્નેના આગળના ભાગના ફુરચા નીકળી ગયા હતા. અને એમ્બ્યુલન્સ રોડથી નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતમાંસારવાર માટે લવાતા વિદ્યાથી કિશન મુંધવાનું મૃત્યુ નીપજયું હતું. ઉપરાંત ૧૦૮ની ટીમના પાયલોટ અક્ષયભાઈ સહિત ના બે કર્મીઓને ઇજા થઇ હતી. સાથે સાથે એમ્બ્યુલન્સમાં બેઠેલા મૃતક વિદ્યાથીના બે સંબંધીઓ પણ ઘાયલ બન્યા હતા. જે ચારેયને ફરીથી બીજી એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જયારે મૃત્યુ પામેલા વિદ્યાર્થી કિશનના મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માતની જાણ થવાથી સૌ પ્રથમ શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ત્યારપછી પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવને લઇને મૃતકના પરિવારજનોમાં તેમજ ૧૦૮ની ટીમમાં દોડધામ થઈ ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular