જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરો ધરાવતા આસામીઓ પાસેથી રૂા.1,71,136 ની વસૂલાત કરવામાં આવી હતી. તેમજ 10 બાકીદારોને વોરંટની બજવણી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાતની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. કમિશનર વિજયકુમાર ખરાડીની સુચનાથી વોર્ડ નં.5 માં 1 આસામી પાસેથી રૂ.1,02,236, વોર્ડ નં.8 માં 2 આસામીઓ પાસેથી રૂ.35,710, વોર્ડ નં.10 માં 1 આસામી પાસેથી રૂ.11,070 તથા વોર્ડ નં.11 માં 1 આસામી પાસેથી રૂ.22,120 સહિત કુલ પાંચ આસામીઓ પાસેથી કુલ રૂ.1,71,136ની વસુલાત કરવામાં આવી હતી તેમજ વોર્ડ નં.2 ના કુલ-10 બાકીદાર આસામીઓ કે જેઓનો મિલ્કત વેરો કુલ રૂ.16,51,985 બાકી રોકાય છે, જે આસામીઓને સ્થળ 5ર વોરંટની બજવણી કરવામાં આવી હતી.