જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આજે એક અનોખો લગ્ન પ્રસંગ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સામાન્ય રીતે વરરાજા ઘોડા પર સવાર થતા જોવા મળે છે, પરંતુ અનુસૂચિત સમાજના યુવાને પરંપરાથી અલગ અંદાજ અપનાવી હાથીની અંબારી પર બેસી ભવ્ય વરઘોડો કાઢ્યો હતો.
વરરાજાની આ અનોખી એન્ટ્રી જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં લગ્નનો માહોલ ઉત્સાહ અને આનંદથી છલકાયો હતો.
View this post on Instagram
મિત્રો અને સગાસંબંધીઓ દ્વારા રસ્તા પર પૈસાની ઘોર કરવામાં આવી હતી, જેના કારણે વરઘોડામાં વધુ રંગત જામતી જોવા મળી હતી. બેન્ડ-બાજા અને ડીજેના તાલે યુવાનો મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા.
શંકર ટેકરી વિસ્તારમાં નીકળેલો આ અનોખો વરઘોડો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે


