Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજોડિયામાં ધોધમાર સાડા પાંચ ઇંચ વરસાદથી પાણી-પાણી

જોડિયામાં ધોધમાર સાડા પાંચ ઇંચ વરસાદથી પાણી-પાણી

જામનગર શહેરમાં 2 અને ધ્રોલ તથા કાલાવડમાં પોણા બે ઇંચ વરસાદ : અલિયાબાડા-મોટી બાણુંગારમાં 3-3 ઇંચ : જિલ્લામાં સર્વત્ર મેઘમહેરથી ઉકળાટમાં રાહત

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણ પલટાયા બાદ ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. જેમાં આજે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમ્યાન જિલ્લામાં સામાન્ય ઝાપટાથી સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં અસહય ઉકળાટમાં રાહત અનુભવાઇ હતી અને અમુક તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસતાં જગતનો તાત વાવણીના કામમાં લાગી ગયો હતો. જોડિયામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર શહેરમાં 2 અને ધ્રોલ તથા કાલાવડમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ચેકડેમ, નદીનાળા, તળાવમાં નવા નીરની આવક થઇ હતી.

- Advertisement -

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસનાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. અને ખાસ કરીને પરમદીને રાત્રિ થી સમગ્ર જિલ્લા માં સાર્વત્રિક વરસાદ પડયો હતો, ત્યારબાદ ગઈકાલે પણ સમગ્ર દિવસ દરમિયાન શહેર જિલ્લામાં મેઘ વૃષ્ટિ ચાલુ રહી હતી, જેથી શહેરીજનો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. જામનગર શહેર અને સમગ્ર જીલ્લામાં ગઈકાલે સતત બીજા દિવસે ધાબળીયા અને વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે બપોરે વરસાદ અમુક તાલુકામાં શરૂ થયો હતો, આ પછી દિવસભર ચાલુ રહ્યો હતો, અને જોડિયા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નદીનાળામાં પૂર આવ્યા હતા. જામનગર જીલ્લામાં આજે સવારે 8 વાગ્યે પૂરા થાં ર4 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 44 મી.મી., જોડીયામાં 133 મીમી, ધ્રોલમાં 35 મીમી, કાલાવડ 34 મીમી, લાલપુરમાં 16 મીમી અને જામજોધપુરમાં ર1 મીમી વરસાદ વરસ્યો છે.

પરમદીને સાંજે જામનગર શહેરમાં છાંટા શરૂ થયા પછી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે રાત્રી ભરમાં એક ઈંચ જેટલો વરસ્યો હતો. ત્યારબાદ જામનગર શહેરમાં ગઈકાલે પણ દિવસ દરમિયાન પોણા બે ઇંચ થી વધુ પાણી વરસી જતાં છેલ્લા 24 કલાકમાં 44 મિ.મી.એટલેકે બે.ઇંચ પાણી વરસી ગયું છે. જોડીયામાં ગઈકાલે દિવસ દરમ્યાન સાડા પાંચ ઈંચ વરસદ વરસી ગયો હતો. જો કે આજે દિવસ દરમિયાન મેઘરાજા વિરામ રાખ્યો છે મી .મી.એટલે કે ચાર ઇંચ વરસી જતા છેલ્લા 24 કલાકમાં જોડીયામાં 133 મિ. મી .એટલે કે લગભગ સાડા પાંચ ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત ધ્રોલમાં પોણા બે ઇંચ, કાલાવડમાં પણ પોણા બે ઇંચ , લાલપુરમાં એક ઇંચ અને જામજોધપુરમાં એક ઇંચ વરસાદ થયો છે.

- Advertisement -

જામનગર શહેરમાં વરસાદનાં ચાર છાંટા વરસ્યા હતાં ત્યાં જ અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેવી જ રીતે અનેક વિસ્તારની સ્ટ્રીટ લાઈટો પણ બંધ થઈ જવા પામતાં શહેરના કેટલાક વિસ્તારમાં અંધારા ફેલાયા હતાં. ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે ચાર છાંટા વરસતા જ લાઈટો ગુલ થઈ ગઈ તો પ્રિ-મોન્સુન કામગીરીમાં શું કર્યું ? તેમાં ખર્ચાયેલા લાખો રૂપિયા ખરેખર ખર્ચાયા કે પછી …? જો કે ધીમી ધીમે મરામત કામગીરી હાથ ધરવામાં આવતાં વિજ પુરવઠો પૂર્વવત થયો હતો.

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઈકાલે દિવસ દરમ્યાન અને રાત્રે સારો વરસાદ વરસ્યો હતો. જેમાં જામનગર તાલુકાના વસઈમાં 8 મીમી, લાખાબાવળમાં 2ર મીમી, મોટી બાણુંગારમાં 70 મીમી, ફલ્લામાં 41 મીમી, જામ વંથલીમાં 55 મીમી, મોટી ભલસાણમાં 50 મીમી, અલીયાબાડામાં 75 મીમી અને દરેડમાં 25 મીમી, જોડીયા તાલુકાના હડીયાણામાં 50 મીમી, બાલંભામાં 33 મીમી અને પીઠડમાં 40 મીમી, ધ્રોલ તાલુકાનાં લતીપુરમાં 25 મીમી, જાલીયા દેવાણીમાં 45 મીમી, લૈયારા માં 22 મી.મી.,કાલાવડ તાલુકાનાં નિકાવામાં 7 મીમી, ખરેડીમાં 6 મીમી, મોટા વડાળામાં ર0 મીમી, ભલસાણ બેરાજામાં 30 મીમી, નવાગામમાં 2 મીમી અને મોટા પાંચ દેવડામાં 3ર મી.મી, જામજોધપુર તાલુકાનાં સમાણામાં ર1 મીમી, શેઠ વડાળામાં 05 મીમી, જામવાડીમાં 14 મીમી, વાંસજાળીયામાં 20 મીમી, ધુનડામાં 6 મીમી, ધ્રાફામાં16 મીમી, પરડવામાં ર3 મીમી, લાલપુર તાલુકાનાં પીપરટોડામાં 19 મીમી, પડાણામાં 6 મીમી, ભણગોરમાં 8 મીમી, મોટા ખડબામાં 17 મીમી, મોડપરમાં 13 મીમી અને હરીપરમાં 32 મીમી વરસાદ નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular