Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા ખાતે ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો - VIDEO

જામનગર મહાનગરપાલિકા ખાતે ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો – VIDEO

વાનગી હરીફાઇના વિજેતાઓને ઇનામ વિતરણ

તા. 07/10/2025 ના રોજ ટાઉન હોલ જામનગર મહાનગરપાલિકા ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનનો ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ -2025 નો કાર્યક્રમ આઇસીડીએસ જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત જામનગરના સંયુક્ત ઉપક્રમે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા તેમજ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત જામનગર હસમુખભાઈ કણઝારીયા ના સહ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

જેમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગકમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા , મહિલા અને બાળ વિકાસ સમિતિ જામનગર જિલ્લાપંચાયત ના ચેરમેન ભાવનાબેન, સામાજિક ન્યાય અધિકારિતા સમિતિના પ્રમુખ ગોમતીબેન, કમિશનર ડી.એન.મોદી, નાયબ કમિશ્નર ડી.એ.ઝાલા જામનગર મહાનગપાલિકા, તેમજ આઈસીડીએસ જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત જામનગર આઈ.ડી.એસ. નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

મહાનુભાવોએ દીપ પ્રાગટય થી કાર્યક્રમની શરૂઆત કરી હતી. પ્રોગ્રામ ઓફિસર પૃથ્વીબેન પટેલ જામનગર મહાનગરપાલિકા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ ઝોન નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ ઝોનના 9 જિલ્લા અને 3 મહાનગરપાલિકાના જિલ્લા કક્ષાની THR (ટેક હોમ રાશન) અને અન્ન (મિલેટ) સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમે આવેલ વિજેતાઓ વચ્ચે ઝોન કક્ષાએ વાનગી હરીફાઈનું આયોજન થયું હતું. જેમાં બંને સ્પર્ધામાં 1 થી 3 ક્રમે આવેલ વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ ઉપરાંત પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત અતિકૂપોષિત શ્રેણીમાંથી તંદુરસ્ત શ્રેણીમાં આવેલ 4 બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકના વાલીશ્રી નો પોષણ સંગમ પ્રોગ્રામ અને પોતાના બાળકના સ્વાસ્થ્ય અંગે અભિપ્રાય આપ્યો હતો. કાર્યક્રમના અંતે પ્રોગ્રામ ઓફિસર જામનગર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular