Monday, December 30, 2024
Homeઆંતરરાષ્ટ્રીયમનુષ્યોમાં ઘણાં પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ થશે ‘ઝોમ્બી ફુગ’

મનુષ્યોમાં ઘણાં પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ થશે ‘ઝોમ્બી ફુગ’

- Advertisement -

એક અભ્યાસ મુજબ માનવોમાં ઘણાં પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. કેટરપિલરને મારી નાખે તેવી આ ફુગથી ભવિષ્યમાં કેન્સરની નવી દવાઓ બનાવવામાં આવશે.

- Advertisement -

ઝોમ્બી ફુગ જેનું નામ કોર્ડીસેટસ છે. જે કેટરપિલરને લકવાગ્રસ્ત કરે છે. ત્યારે તેનો ઉપયોગ ઘણાં પ્રકારના કેન્સરને રોકવા અને ઈલાજ માટે કરી શકાય છે.

કોર્ડીસેટસ પ્રથમ કેટરપિલરને ચેપ લગાડયા પછી તેને લકવાગ્રસ્ત કરે છે. પછી તેને મારી નાખે છે. મરતા પહેલાં તે તેના શરીરમાંથી તમામ જરૂરી પોષક તત્વો બહાર કાઢે છે. આ સમયગાળા દરમિયાન જંતુઓ મરી જાય છે. આ દરમિયાન એક રસાયણ નિકળે છે જેને કોર્ડીસેપિન કહે છે.

- Advertisement -

આર એન એ બાયોલોજીસ્ટ કોર્નલિયા ડીમુરે કહ્યું કે, હજારો જનીનોનો અભ્યાસ કર્યા પછી અમને જાણવા મળ્યું છે કે આ કેમિકલ શું કરે છે તેમાંથી વૈજ્ઞાનિકોએ કોર્ડીસેપિન ટ્રાઈફોસ્ફેટ નામનું એક સકરય ંયોજન બનાવ્યું. આ સક્રિય સંયોજન કોષોની પ્રવૃત્તિમાં વધારો કરે છે. તેમને વધુ શકિતશાળી અને સક્રિય બનાવે છે. આ રસાયણ કોષોને એટલી તાકાત આપે છે કે તેઓ કેન્સ્રથી પીડિત કોષોમાંથી આવતા સિગ્નલને રોકે છે. આ કારણે કેન્સર એક કોષમાંથી બીજા કોષમાં ફેલાતું નથી. એટલે કે કેન્સરના કોષો વધી શકતા નથી. તેથી આ ઝોમ્બી ફંગસમાંથી નિકળતું કેમિકલ ઘણાં પ્રકારના કેન્સરને રોકવામાં સફળ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular