સામાન્ય રીતે કોઇપણ ઝગડો કે મારામારી લોકોનું હંમેશા ધ્યાન ખેંચે છે લોકો તરત જ કોઇ ઝગડામાં સહભાગી થઈ જતા જોવા મળે છે. તેમાં પણ જ્યારે ઝગડા મહિલાઓ વચ્ચે હોય ત્યારે તે જોવા જેવું હોય છે કે ઝગડામાં કોણ કેટલું આક્રમક છે ત્યારે સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો વાયરલ થયો છે જેને મારામારીનો વીડિયો કહી શકાય પરંતુ, આવી મારામારી તમે કદાચ કયારેય જોઇ નહીં હોય.
સોશિયલ મીડિયાના કોરિડોર દરેક પ્રકારની પોસ્ટથી ભરેલા છે. જો તમે અહીં રેગ્યુલર સ્ક્રોલ કરો તો તમને મેટ્રોના, દુલ્હા, દુલ્હનના, જોખમી સ્ટંટના, પશુ-પ્રાણીઓના તો કયારેક વળી જુગાડુ વીડિયો જોવા મળી જતા હોય છે ત્યારે આ દિવસોમાં બે મહિલાઓ વચ્ચેના ઝગડાનો એક ફની વીડિયો સામે આવ્યો છે. જેને જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહીં.
View this post on Instagram
સોશિયલ મીડિયાના ઈન્સ્ટ્રાગ્રામ પ્લેટફોર્મ પર @anchal_gopal_dhiman_19 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે એક મહિલા બીજુ મહિલા સાથે લડી રહી છે. જ્યારે એક મહિલા પોતાના ઘરની છત પર ઉભી છે. ત્યારે બીજુ કાચની બારીમાંથી લડી રહી છે. કોઇ વાત વાતમાં તેઓ અચાનક જ આક્રમક થઈ ગયા અને હાજર પરિસ્થિતિમાં જ ત્યાં જ ઝગડી પડયા આ પરિસ્થિતિ જોતા ખ્યાલ આવે છે કે એક મહિલા કાચની બારીમાં લટકી રહી છે ત્યારે બન્ને ઝાડુનો ઉપયોગ કરીને લડી રહ્યા છે.


