જામનગર શહેરના રાંદલનગર પ્રાથમિક શાળા પાસે રહેતા અને બે સપ્તાહથી બીમાર એવા યુવકે જિંદગીથી કંટાળીને તેના ઘરે સાડી વડે પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રાંદલનગર પ્રાથમિક શાળા પાસે રહેતાં અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા ભૂપતસિંહ હરિસિંહ જાડેજા નામના યુવાનનો પુત્ર રાજદિપસિંહ ભૂપતસિંહ જાડેજા (ઉ.વ.21) નામના યુવક છેલ્લાં બે સપ્તાહથી બીમાર રહેતો હતો અને જમે તો તરત ઉલ્ટી થઈ જતી હતી. જેનાથી કંટાળીને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એમ. જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.