5મી જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે તા. 6 જૂન-21ના રોજ 1993 ડીસીસી સ્કૂલ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગ્રુપ તથા મીનાક્ષી સ્કૂલ, જામનગર સ્ટાફ મિત્રોના સંયુક્ત ઉપક્રમે ગંગાવાવ સ્થિત શ્રીજી સ્કૂલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. જેના દ્વારા પર્યાવરણને કુદરતી રીતે ઓક્સિજનથી સમૃધ્ધ કરવાની જાગૃતતા વધારવાનો સંદેશ આવનાર પેઢીના બાળકોને મળે તે હતો.
આ કાર્યક્રમનું આયોજન સંચાલન શહેરના ફિલ્મ સર્જક અને પર્યાવરણ પ્રેમી સચિન માંકડ તથા મીનાક્ષી સ્કૂલના સંચાલક લલીતભાઇ દ્વારા કરવામાં આવેલ હતો. જેમાં ડીસીસી સ્કૂલના નામાંકિત સફળ ભૂ.પૂ. વિદ્યાર્થીઓ ડીવાયએસપી સમીર સારડા, દર્શન ઠક્કર, ડો. નિલેશ ગઢવી, ડો. મૌલિક શાહ, ડો. ભરત કટારમલ, ડો. ધવલ મહેતા, દિપેશ ભરાડ, ચેતન બકરાણીયા, આશિષ બકરાણીયા, અનિલ તેલરામણી, રાહુલ, સૂર્યકાંત, ગૌતમ, જયેશ, કાર્તિક, ધીમંત, હિમાંશુ, મિતેશ તથા મીનાક્ષી સ્કૂલના શિક્ષકો અને સ્ટાફ ઉત્સાહથી ઉપસ્થિત રહેલ હતાં. મિત્રોએ જાતે ખાડો ખોદીને વૃક્ષોને યોગ્ય સ્થાને વાવવાનો સંતોષ અને આનંદ મેળવ્યો હતો. કેટલાંક મિત્રો પોતાના બાળકોને પણ સાથે લાવ્યા હતાં. જેથી એમનામાં પણ પર્યાવરણ પ્રેમ જાગૃત થાય. ભૂ.પૂ. વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે કે, તેઓ આ વૃક્ષોની માવજત માટે આ જગ્યાની મુલાકાત અવાર-નવાર લેતાં રહેશે. આવા રચનાત્મક કાર્યો કરવાની નેમ સાથે અલ્પાહાર કરીને બધા છૂટા પડયા હતાં.
‘જમાનો ભલે ખરાબ છે, પણ બેસ્ટ અમારા યાર છે, ચમકે નહીં એટલું જ, બાકી તો બધાં જ સ્ટાર છે.’ જ્યારે આપણે એક વૃક્ષ કાપીએ છીએ ત્યારે સમજી લ્યો કે એક ઓક્સિજન સિલિન્ડર કાપી નાખીએ છીએ. હજી મોડું થયું નથી. આવો આજથી જ શરુઆત કરીએ. વૃક્ષારોપણને એક તહેવારની જેમ જ ઉજવીએ આ સંદેશ બધા સ્કૂલના મિત્રોએ મળીને એક સ્વરે આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શ્રીજી સ્કૂલના અશ્ર્વિનભાઇ, ચિરાગભાઇ તથા ફોરેસ્ટ વિભાગનો સહયોગ મળેલ હતો અને તેમણે આ વૃક્ષોની કાયમી સારસંભાળ લેવા માટેનો ઉત્સાહ દર્શાવ્યો હતો.