Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના વધુ એક વિપ્ર યુવાનનું હૃદયરોગના કારણે મૃત્યુ

ખંભાળિયાના વધુ એક વિપ્ર યુવાનનું હૃદયરોગના કારણે મૃત્યુ

કર્મકાંડ વ્યવસાયી સાથે સંકળાયેલા યુવાનને ઘાતક હાર્ટએટેક: હોસ્પિટલે સારવાર કારગત ન નિવડી

- Advertisement -

દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં રહેતાં અને કર્મકાંડનો વ્યવસાય કરતા વિપ્ર યુવાનને ગુરૂવારે સાંજે તેના ઘરે નિંદ્રાધિન હતાં તે દરમિયાન અચાનક બેશુદ્ધ થઈ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર પાસે રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ જીવણલાલ રાજ્યગુરૂ (મૂળ જુના વિરમદળ વારા) (ઉ.વ.45) નામના યુવાન ગઈકાલે ગુરુવારે સાંજના સમયે તેમના ઘરે સુતા હતા. ત્યારે એકાએક તેમનો શ્વાસ રૂંધાવવા લાગતા તેમને મૂર્છિત અવસ્થામાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ બનાવની જાણ મૃતકના પિતરાઈ ભાઈ રજનીકાંતભાઈ લાલજીભાઈ રાજ્યગુરૂ એ અહીં પોલીસની કરી છે. ચાર

- Advertisement -

દિવસમાં વધુ એક વિપ્ર યુવાનનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ નિપજયાના આ બનાવે બ્રહ્મ સમાજ સાથે સમગ્ર શહેરમાં શોક સાથે પ્રસરાવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular