Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાને દવા ગટગટાવી

જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાને દવા ગટગટાવી

10 ટકાના વ્યાજે 40 હજાર લીધા : ત્રણ મહિના સુધી વ્યાજ ચૂકવ્યું: વ્યાજખોરે ફડાકા મારી બે ચેક કઢાવી લેતા યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ : પોલીસે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભ

- Advertisement -

જામનગર શહેરમાં દિ.પ્લોટ વિસ્તારમાં રહેતાં યુવાને 10 ટકા વ્યાજે રૂા.40000 લીધા હતાં અને આ વ્યાજની રકમ પેટે વ્યાજખોરે બેંકના બે કોરા ચેક બળજબરીથી કઢાવી લઇ યુવાનને ગાળો કાઢી ફડાકા મારતા ડરી ગયેલા યુવાને દવા ગટગટાવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના 54 દિગ્વીજય પ્લોટ વિશ્રામ વાડી પાછળના વિસ્તારમાં રહેતા અને મજુરી કરતા પ્રતાપભાઈ મનજીભાઈ દામા (ઉ.વ.37) નામના યુવાને મયુર જમનાદાસ કટારમલ નામના શખસ પાસેથી 10 ટકાના વ્યાજે રૂા.40,000 કટકે – કટકે લીધા હતાં અને આ રકમનું ત્રણ મહિના સુધી વ્યાજ ચૂકવી દીધું હતું. ત્યાબાદ વ્યાજખોરે યુવાન પાસેથી કોટક મહિન્દ્રા બેંકના બે કોરા ચેક ઉપર સહિ કરાવી બળજબરીપૂર્વક કઢાવી લીધા હતાં અને ત્યારબાદ 3 જાન્યુઆરીના બપોરના સમયે દિ.પ્લોટ 49 વિસ્તારમાં યુવાનને ગાળો કાઢી ફડાકા ઝીંકયા હતાં. જેથી વ્યાજખોરથી ડરી ગયેલા યુવાને દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ એલ બી જાડેજા તથા સ્ટાફે યુવાનના નિવેદનના આધારે વ્યાજખોર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular