કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતો યુવાન પાણીના ખાડામાં ન્હાવા પડયો ત્યારે ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા દામજીભાઈ કાનાભાઈ જાદવ નામના 45 વર્ષના યુવાન ગઈકાલે શુક્રવારે રાવલના બારીયાધાર ખાતે આવેલા પાણીના ખાડામાં નાહવા માટે પડ્યા હતા. જ્યાં પાણીના ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના મોટાભાઈ બાબુભાઈ કાનાભાઈ જાદવએ કલ્યાણપુર પોલીસને કરી છે.