જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સાંજના સમયે બાઈકચાલકે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર યુનો ઓઇલ ડેપો પાસે ગત તા.9 ના રોજ સાંજના 4 વાગ્યાના અરસામાં જીજે-10-સીઆર-9148 નંબરનો બાઈકચાલક પ્રકાશ હમીરભાઈ પરમાર નામના યુવાને તેનું બાઈક બેફીકરાઈથી ચલાવી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પ્રકાશને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર કારગત નિવડી તે પહેલાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રવિણભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.