જામનગર નજીક ઠેબા ચોકડીથી ખિજડીયા બાયપાસ વચ્ચે એક પાણી ભરેલ ખાડામાં ડૂબી જતાં 23 વર્ષના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
સમરસ હોસ્ટેલ સામે વરસાદી પાણીના ખાડામાં ગઇકાલે રવિ વલ્લભભાઇ મતિયા નામનો 23 વર્ષનો યુવાન ન્હાવા પડતાં ડૂબી ગયો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરના તરવૈયાઓએ ઘટના સ્થળે પહોંચી પાણીના ખાડામાંથી રવિ વલ્લભભાઇ મતિયા નામના યુવાનને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફત જી.જી. હોસ્પિટલ પહોંચાડયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. રેસ્ક્યૂની કાર્યવાહી ફાયર ટીમના બ્રિજરાજસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ જાડેજા તથા કિશનભાઇ ગોજીયાએ કરી હતી.