દેવભૂમિ દ્વારકામાં મોડેલ સ્કુલ પાછળના ભાગમાં આવેલા કાદવ કીચડવાળા પાણી ભરેલા ખાડામાં આશરે 45 વર્ષના યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
દ્વારકા નજીક આવેલા એ.સી.સી. ગ્ાન્ડ, મોડેલ સ્કૂલની પાછળના ભાગે કાદવ કીચડવાળા પાણી ભરેલા ખાડામાં એક યુવાનનો મૃતદેહ હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આશરે 40 થી 45 વર્ષના અજાણ્યા યુવાનનો કબજો મેળવી, પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આ અંગે સ્થાનિક વેપારી વામનભાઈ ગોકાણી દ્વારા જાણ કરાતા દ્વારકા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હત.