મૂળ સુરત જિલ્લાના અને હાલમાં કલ્યાણપુરના ધતુરીયા ગામની સીમમાં રહેતાં યુવાનનું ચેકડેમમાં ડૂબી જતા મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, મૂળ સુરતના અને હાલ કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામની સીમમાં રહેતાં સંજયભાઈ કાળીદાસ રાઠોડ (ઉ.વ.42) નામના યુવાન ગઈકાલે ગુરૂવારે ધતુરીયા ગામની સીમમાં આવેલ પાણી ભરેલા ચેકડેમમાં ન્હાવા ગયા હતાં ત્યારે પાણીમાં ડુબી જવાને કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રમણભાઈ નટવરભાઇ રાઠોડ દ્વારા કલ્યાણપુર પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.