Sunday, December 28, 2025
Homeરાજ્યહાલારનંદાણા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તરુણનું અપમૃત્યુ

નંદાણા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તરુણનું અપમૃત્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામમાં રહેતો સગીર તેના મિત્રો સાથે કલ્યાણપુરના નંદાણા ગામમાં પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડતાં ડૂબી ગયા હતાં. ફાયર વિભાગે બે યુવકોને બચાવી લીધા હતા. જ્યારે સગીરનું ડૂબી જતાં મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રહીશ અને હાલ ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા પ્રતાપભાઈ નાથાભાઈ જાડેજા નામના ડફેર યુવાનનો સગીર પુત્ર અનિલ (ઉ.વ.16) ગઈકાલે સોમવારે બપોરના આશરે ત્રણ વાગ્યાના સમયે તેના બે મિત્રો સાથે કલ્યાણપુરથી આશરે 24 કિલોમીટર દૂર નંદાણા ગામે જિલ્લારી સીમ વિસ્તારમાં આવેલા એક પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડયા હતા. ત્યારે ત્રણેય મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમે આ સ્થળે દોડી જઈ બે યુવકોને બચાવી લીધા હતા. જ્યારે લાંબી જહેમત બાદ અનિલના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

આ બનાવ અંગેની જાણ મૃતક અનિલના પિતા પ્રતાપભાઈ નાથાભાઈ જાડેજાએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. માસુમ તરુણના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular