Wednesday, January 15, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુર નજીક ટ્રકની પાછળ બાઈક અથડાતા તરૂણનું મોત

કલ્યાણપુર નજીક ટ્રકની પાછળ બાઈક અથડાતા તરૂણનું મોત

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના નગડીયાની સીમમાં રહેતો તરૂણ તેના બાઈક પર જતો હતો ત્યારે ધતુરીયા ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વગર, આડસ કે સિગ્નલ રાખ્યા વગર પાર્ક કરેલા ટ્રકની પાછળ અથડાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતો વિશાલ કારૂભાઈ ધારાણી નામનો 16 વર્ષનો ગઢવી તરૂણ શુક્રવારે મોડી સાંજના સમયે તેના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો. ત્યારે કલ્યાણપુરથી આશરે 28 કિલોમીટર દૂર ધતુરીયા ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર કે આડસ અને સિગ્નલ રાખ્યા વગર પાર્ક કરીને રાખવામાં આવેલા જી.જે. 32 ટી. 9674 નંબરના એક ટ્રકની પાછળના ભાગે વિશાલનું મોટરસાયકલ અથડાતા તેને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક તરૂણના પિતા કારૂભાઈ કાયાભાઈ ધારાણી (ઉ.વ. 45, રહે. નગડીયા ગામની સીમ) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે જી.જે. 32 ટી. 9674 નંબરના ટ્રક ચાલક સામે બેદરકારી દાખવવા બદલ ધોરણસર ગુનો નોંધવામાં આવયો છે. જે ંગે આગળની તપાસ પી.એસ.આઈ. શુક્લા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular