Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારફલ્લા ગામે એસટી બસે હડફેટે લેતા યુવાનનું મોત

ફલ્લા ગામે એસટી બસે હડફેટે લેતા યુવાનનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામે ગઈકાલે સાંજે એસટી બસે હોન્ડાચાલકને હડફેટે લેતા હોન્ડાચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ ફલ્લા ગામમાં કંકાવટી ડેમના પાટીયા પાસે જામનગર – રાજકોટ હાઈવે ઉપરથી ફલ્લાના કંકાવટી ડેમના માછીમારી કરતો રામુ શહાની નામની યુવાનો મોટરસાઈકલ લઇને ફલ્લા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે જામનગર તરફ જતી જીજે-18-ઝેડ-3395 નંબરની એસટી બસના ચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા બાઈકસવાર રામુભાઈ શહાની નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતાં. આ ઘટનાની મૃતકના પત્ની ખુશ્બુદેવી દ્વારા જાણ કરાતા પંચકોશી એ ડીવીઝનના પીએસઆઇ જે.પી. સોઢા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવાન હજુ બે ત્રણ માસ પૂર્વે બિહારમાંથી લગ્ન કરી પોતાની પત્ની સાથે ફલ્લા આવી વસવાટ કરતો હતો. ત્યારે આ ઘટનાને લઇ યુવાન પત્ની ઉપર વજ્રઘાત થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular