જામનગર શહેરના બેડેશ્વર નજીક આવેલા રેલવે ફાટક પરથી પસાર થતી ટ્રેન હેઠળ આવી જતા યુવાનનું કપાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાંબેડેશ્વરપાસે આવેલા રેલવે ટ્રેક પર ગતરાત્રિના સમયે પસાર થતી ટ્રેન હેઠળ અજાણ્યો યુવાન કપાઈ જતા યુવાનના શરીરના કટકા થઈ ગયા હતાં. જેના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા રેલવે પોલીસ તથા બેડી મરીન પોલીસ સ્થળ પર પહોંચી જઇ ગઇ હતી અને સ્થળ પરથી યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ આરંભી હતી.
બેડેશ્વર નજીક ટ્રેન હેઠળ કપાઈ જતા યુવાનનું મોત
મંગળવારે રાત્રિના સમયે અકસ્માત: પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા કાર્યવાહી