Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં મુખ્યમંત્રીના આગમન અગાઉ યુવક કોંગ્રેસ–NSUIનો રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ -...

જામનગરમાં મુખ્યમંત્રીના આગમન અગાઉ યુવક કોંગ્રેસ–NSUIનો રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ – VIDEO

જામનગરમાં મુખ્યમંત્રીના આગમન પહેલા જામનગરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી બીએલઓ કામગીરીના મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ શરીર પર બેનરો પહેરી અનોખા અંદાજમાં દેખાવ કરી સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન કરવા, બોર્ડ પરીક્ષાઓ નજીક હોવાથી શિક્ષકોને વર્ગખંડમાંથી દૂર ન કરવામાં આવે અને બીએલઓની ફરજમાંથી શિક્ષકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવી મુખ્ય માંગણીઓ સાથે એનએસયુઆઈએ રજુઆત કરી. તેમણે એવો આક્ષેપ કર્યો કે કામગીરીના વધતા ભારણ અને દબાણના કારણે શિક્ષકો શિક્ષણ કાર્યથી દૂર થઈ રહ્યા છે અને તાજેતરમાં બીએલઓ કામગીરીના બોજાથી આત્મહત્યા કરનાર શિક્ષકને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તે પણ જરૂરી છે. રસ્તા પર સુત્રો સાથે વિરોધઅને વ્યક્ત કર્યો. બાદમાં પોલીસે હસ્તક્ષેપ કરી લગભગ 10 જેટલા કાર્યકરોને અટકાયત કરી હતી.

- Advertisement -

 

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular