જામનગરના હાપા નજીક શાંતિ પાર્ટી પ્લોટ ખાતે પરપ્રાંતિય મજૂરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મૂળ સાઉથ-24 પરગણા પશ્ર્ચિમ બંગાળના બિકાસ સેનાપતિ ગાયેન (ઉ.વ.20) નામના યુવાન છેલ્લાં 2 માસથી જામનગર શાંતિ પાર્ટી પ્લોટ ખાતે મંડપ ડેકોરેશનની મજૂરી કામે આવેલ હોય અને દારૂ પીવાની ટેવવાળો હોય નાની નાની વાતોમાં ગુસ્સે થતો હોય. જેથી તેને કોઇપણ કારણે મનમાં લાગી આવતા મંગળવારે સવારના સમયે શાંતિપાર્ટી પ્લોટ ખાતે પોતાના રૂમમાં પંખામાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે પ્રભંજનભાઈ કાર્તિકભાઈ નસ્કર દ્વારા પોલીસને જાણ કરાતા પંચ એ ના હેકો સી ડી જાટીયા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.