જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને તેના કૌટુંબિક કાકી સાથે 10 વર્ષથી રહેલા પ્રેમસંબંધ બાદ કાકીએ ભત્રીજાને લગ્ન કરવાનું કહેતા ભત્રીજાએ લગ્ન ન કરવા માટે જીંદગીથી કંટાળી તેના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં 49 દિ.પ્લોટ વિસ્તારમાં હનુમાન ટેકરી પાસે મોડપીર ડાડાના મંદિર નજીક રહેતા ભરતભાઇ નાથાભાઇ મગવાણિયા ઉ.વર્ષ 39 નામના યુવાને શુક્રવારે સવારના સમયે તેના ઘરે પંખામાં દુપટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કયુ હતું. આ અંગે મૃતકના પત્નિએ કલ્પનાબેન દ્વારા જાણ કરાતા હે.કો. આર.ડી. ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં મૃતક ભરતને તેના જ કૌટુંબિક કાકી ઇન્દુબેન સાથે છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ હતો. કાકી ભત્રીજા વચ્ચે ચાલી રહેલા ્રપ્રેમસંબંધમાં કાકીએ ભત્રીજા ભરતને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. જેથી પરિણીત ભરતને કાકી સાથે લગ્ન ન કરવા હોવાથી જીંદગીથી કંટાળીને શુક્રવારે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહતયા કરી હોવાનું ખુલ્યું હતું.