દ્વારકાથી આશરે 17 કિલોમીટર દૂર ઓખામઢી અને ગોરીંજા ગામ વચ્ચેથી પસાર થતા રેલવે ટ્રેક પર રવિવારે મધ્યરાત્રિના સમયે પસાર થતી વંદે ભારત ટ્રેન હેઠળ એક અજાણ્યા પુરુષનું ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે દ્વારકાના રેલવે સ્ટેશન માસ્તર એવા મૂળ બિહાર રાજ્યના મુંગેર જિલ્લાના વતની લક્ષ્મીકુમાર શિવરામપ્રસાદ તાંતિ (ઉ.વ. 41) એ દ્વારકા પોલીસમાં જાણ કરી છે જેમાં જણાવવા એ મુજબ આશરે 40 થી 45 વર્ષના કોઈ અજાણ્યા પુરુષે વંદે ભારત ટ્રેનની સામે આવી જઈ અને પાટા પર સૂઈ જતા ટ્રેનની હડફેટે તેમને જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ પી.એસ.આઈ. રમેશભાઈ રાઠોડએ હાથ ધરી છે.