જામનગર શહેરના હર્ષદમીલની ચાલી પાસે આવેલા વિસ્તારમાં રહેતાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાછળ મહાવીર સોસાયટીમાં આવેલા ધનઅપૂર્વ રેસીડેન્સીમાં રહેતાં દિપેનભાઈ નીખીલભાઈ શાહ (ઉ.વ.37) નામના યુવાને ગત તા.16 ના રોજ બપોરના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આાપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરૂવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની પ્રિતીબેન દ્વારા જાણ કરાતા હેકો એમ.આર. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની તપાસ આરંભી હતી.