જામનગર શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા પુનિતનગરમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવકે અકળ કારણોસર તેના ઘરે સળગી જઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રેલવે સ્ટેશન પાસે આવેલા પુનિતનગર શેરી નં.2 માં રહેતાં અને મજૂરી કામ કરતા સાગર વિનોદભાઈ સોલંકી નામના યુવકે મંગળવારે મોડી સાંજના સમયે તેના ઘરે અકળ કારણોસર સળગી જઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારબાદ યુવકને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બુધવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા પ્રભાબેન દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.