Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરલાલપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે યુવાનને કૂહાડીનો ઘા ઝિંકાયો

લાલપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે યુવાનને કૂહાડીનો ઘા ઝિંકાયો

પુત્ર પાસેથી પૈસા લેવાના હોય, પિતા સાથે ઉઘરાણી કરી કરાયો હુમલો : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

લાલપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે એક શખ્સએ યુવાનને અપશબ્દ બોલી કૂહાડી ફટકારી ઇજા પહોંચાડયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ લાલપુરમાં ચારા થાંભલા પાસે રહેતાં ઉમેશભાઇ જયંતીભાઇ પરમારએ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સુનિલ અજય પરમારને ફરિયાદીના પુત્ર પાસેથી પૈસા લેવાના હોય, જે બાબતે ગત્ તા. 29ના રોજ આ બાબતે ફરિયાદીને કહેતાં ફરિયાદીએ તેમનો દીકરો કિશન મજૂરી ધંધાર્થે બહારગામ ગયો છે. તે આવ્યે આપી દેશે તેમ કહેતાં આરોપી સુનિલએ તમારો દીકરો તો હજી કેટલા દિવસે આવશે તેમ કહી અપશબ્દો બોલતા ફરિયાદીએ અપશબ્દ બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ પોતાના ઘર પાછળ પડેલ કૂહાડી લઇ આવી ફરિયાદીના માથાના ભાગે કૂહાડીનો ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આરોપી હુમલો કરી નાશી ગયો હતો.

આ અંગે ઉમેશભાઇ દ્વારા સુનિલ અજય પરમાર વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા લાલપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular