Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપત્ની સાથે વાતચીતની શંકાનો ખાર રાખી પતિ સહિતના ચાર શખ્સો દ્વારા હુમલો

પત્ની સાથે વાતચીતની શંકાનો ખાર રાખી પતિ સહિતના ચાર શખ્સો દ્વારા હુમલો

બેડ ગામના યુવક સહિત બે વ્યક્તિ ઘવાયા: લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી : પોલીસ દ્વારા ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના સત્યમ કોલોની નજીક અંડરબ્રીજ પાસેના વિસ્તારમાં યુવક ઉપર ચાર શખ્સોએ યુવતી સાથે વાતચીતના સંબંધની શંકાનો ખાર રાખી ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા પ્રકાશ શૈલેષભાઈ બુજડ (ઉ.વ.22) નામના યુવકની દોઢ વર્ષ પહેલાં સીક્કા ગામમાં રહેતી ધાર્મિકા નામની યુવતી સાથે સગાઈની વાતચીત થઈ હતી. પરંતુ સંજોગોવસાત સગાઈ થઈ ન હતી. દરમિયાન ધાર્મિકના લગ્ન જામનગરમાં રહેતાં યશ ઉર્ફે લાલુ ચાવડા સાથે થયા હતા અને પ્રકાશને ધાર્મિકના લગ્ન થયા બાદ પણ વાતચીતનો સંબંધ હોવાની શંકાનો ખાર રાખી સોમવારે રાત્રિના સમયે જામનગરના સત્યમ કોલોની નજીક અંડરબ્રીજ પાસેના વિસ્તારમાં પ્રકાશ બુજડ નામના યુવકને આંતરીને યશ ઉર્ફે લાલુ ચાવડા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં પ્રકાશ સહિતના બે વ્યક્તિઓ ઘવાયા હતાં. તેમજ ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી પ્રકાશને પતાવી દેવાની ધમકી આપી હતી.

યુવતી સાથે વાતચીતની શંકાનો ખાર રાખી ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા યુવક સહિતના બે વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એમ.આર. ડાંગર તથા સ્ટાફે પ્રકાશના નિવેદનના આધારે યશ ઉર્ફે લાલુ ચાવડા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular