જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં યુવાન ઉપર ભત્રીજાની બાબતે વાત કરવા જતા 6 શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી લોહીલુહાણ કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં અને ખેતી કરતાં રસિકભાઇ રામભાઇ સોઢિયા (ઉ.વ.40) નામનો યુવાન રેહાનની બાબતે વાત કરવા જતાં રેહાનના કાકા અલ્તાફ કમોરા, રેહાન કમોરા, ફૈઝલ, સાજિદ કમોરા, સલમાબેન કમોરા અને રેહાનની માતા સહિતના 6 શખ્સોએ એકસંપ કરી રસિકભાઇ સાથે બોલાચાલી અને ઝઘડો કરી લાકડાના ધોકા વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હતાં. રસિકભાઇને ફરીવાર અહીંથી આવશો તો સારાવાટ નહીં રહે તેમ કહી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ કે. ડી. જાડેજા તથા સ્ટાફએ 6 શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


