દરેક ઘરમાં લોકોની મનપસંદ બની ચૂકેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં કોમેડી શો લોકોને 13 વર્ષથી લોકોને મનોરંજન કરી રહી છે. ટીઆરપી લીસ્ટમાં પણ આ સીરિયલે પોતાની પકડ રાખી છે. આ શો ના દરેક પાત્રએ લોકો સમક્ષ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. શો માં પોતાના લુક અને સ્ટાઇલને લઇને બબિતા એટલે કે મુનમુન દત્તા ઘણી પ્રખ્યાત છે. છેલ્લા ઘણા સમયથી બબિતા સીરીયલમાં દેખાતી નથી. પરંતુ બબિતાના ચાહકો માટે એક ખુશખબર છે તેણી ફરીથી શો માં એન્ટ્રી કરશે.

ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા છેલ્લાં ઘણા સમયથી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળતી નહોતી. એવી પણ ચર્ચા થવા લાગી હતી કે એક્ટ્રેસે શો છોડી દીધો છે. બબીતાએ થોડાં મહિના પહેલાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને આ જ કારણથી તે સિરિયલમાં આવતી નહોતી. પરંતુ થોડા દિવસ અગાઉ તેણીએ પરિવાર સાથે અંબાજીમાં પોતાના પરિવાર સાથે દર્શન કર્યા હતા. અને ત્યાર બાદ મુનમુન દત્તા અને અસિત મોદી વચ્ચે ફોન પર વાતચિત થઇ હતી. અને બબિતા ફરીથી સીરીયલમાં પરત ફરશે.
ખબરો અનુસાર મુનમુન દત્તા એ તારક મહેતા શોનું શુટિંગ ફરીથી શરુ કરી દીધું છે. અને ટૂંક સમયમાં શો માં પરત ફરશે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ સપ્તાહમાં જ બબિતાની એન્ટ્રી થશે.