જામનગર શહેરમાં સાંઢીયાપુલ પાસે માધવબાગ 2-3 શેરી નં 3માં રહેતી યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સાંઢીયાપુલ પાસે માધવબાગ 2-3 શેરી નં 3માં રહેતી રીટાબેન દેવાયતભાઈ કરંગીયા (ઉ.વ.30) નામની યુવતીએ તા.18ના રોજ તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું રવિવારે સવારના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ દેવાયતભાઈ દ્વારા જાણ કરાતા પી.એસ.આઈ આર.ડી.ગોહિલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.