ક્ષમા બિંદુએ આખરે પોતાની જાતને આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં ગાંઠ બાંધી. લગ્ન દરમિયાન હળદર, મહેં દીની વિધિ થઈ, ક્ષમાએ ફેરા પણ ફર્યા. વડોદરાના ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રો પણ સામેલ થયા હતા. ગુજરાતની ક્ષમા બિંદુએ બુધવારે પોતાનાની સાથે લગ્ન કર્યા છે. ક્ષમાએ અગાઉ 11 જૂને પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહે રાત કરી હતી, પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા છે.
ક્ષમા બિંદુએ આખરે પોતાની જાતને આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં ગાંઠ બાંધી છે. લગ્ન દરમિયાન હળદર, મહેંદીની વિધિ થઈ હતી. તથા ક્ષમાએ ફેરા પણ ફર્યા હતા. જેમાં વડોદરાના ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રો પણ સામેલ થયા હતા.
ભારતમાં આ પ્રકારના પ્રથમ લગ્ન હોવાનું માનવામાં આવી રહ્યું છે. ક્ષમાએ અગાઉ 11 જૂને તેના લગ્નની જાહેરાત કરી હતી. ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહે તો હતો. આ અંગે તેના પડોશીઓએ વિરોધ કર્યો હતો. એક એહવાલ પ્રમાણે ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. ક્ષમાએ કહ્યું કે તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેઓએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા. ક્ષમાએ અગાઉ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતાના વિરોધ બાદ તેણે ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે.
આખરે…વડોદરાની ક્ષમાએ કરી લીધા આત્મવિવાહ
વિવાદ ઉભો થવાના ડરે ક્ષમાએ ત્રણ દિવસ વહેલાં પોતાની જાત સાથે લગ્ન કરી લીધાં : દેશમાં આ પ્રકારના પ્રથમ લગ્ન